Surat City Police is now ONLINE! Let's bridge the gap between Police and Public to get us better.

Surat, India
Joined March 2016
લીંબાયત પોલીસ દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતી રિક્ષાઓનું રજિસ્ટ્રેશન કરી દરેક રિક્ષાને વિશિષ્ટ ઓળખ નંબર ફાળવવામાં આવ્યો તેમજ રિક્ષા પર ઓળખ નંબર અને પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર લખાવવામાં આવ્યો.
1
2
1
6
700
આ સાથે, વિસ્તારમાં કોઈ શંકાસ્પદ રિક્ષા કે વ્યક્તિની અવરજવર જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા રિક્ષાચાલકોને સૂચનાઓ આપી સાવચેતી અને તકેદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #suratcitypolice
80
સુરત શહેર પોલીસની સરાહનીય અને ત્વરિત કામગીરી: 🚨 ​૧. અમરોલી પોલીસ: ગુમ થયેલી ૩ વર્ષની માસૂમ બાળકીને ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું. ૨. અમરોલી પોલીસ: ભગતનગર ખાતે જુગાર રમતા 12 ઇસમોને ઝડપી પાડી ₹25,670 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
2
2
1
9
1,628
૩. રાંદેર પોલીસ: મોબાઈલ સ્નેચિંગના આરોપીને ઝડપી પાડી ₹51,000 ની કિંમતનો iPhone 16 મોબાઈલ કબજે કર્યો. 4. ​સુરત પોલીસની સતર્કતા અને ઉત્તમ કામગીરીને સલામ! 🙌🛡️ @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
1
1
128
કર્તવ્યનિષ્ઠા, સતર્કતા અને સમર્પિત સેવાનું સન્માન..નવરાત્રી મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, નાગરિકોની સુરક્ષા તથા ખાસ કરીને મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી.
1
1
4
1,546
સુરત શહેર પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જમીરના વરદ હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યાં.તહેવારની ખુશીઓ વચ્ચે નાગરિકોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેનાર મહિલા પોલીસની કર્તવ્યપરાયણતા અને સેવાભાવને સલામ. 🙏 @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
104
દિવાળી પર્વને અનુલક્ષીને ડી.સી.પી. ઝોન–૦૩ શ્રી રાઘવ જૈનની અધ્યક્ષતામાં ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અખંડાનંદ કોલેજ ખાતે ઝોન–૦૩ના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતા રિક્ષાચાલકોની બેઠક યોજાઈ હતી.
1
2
1
9
7,748
આ દરમિયાન રિક્ષાચાલકોનું સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું તેમજ જરૂરિયાતના સમયે નાગરિકોને તાત્કાલિક પોલીસ સહાય મળી રહે તે હેતુથી રિક્ષાઓ પર ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૧૨ નાં સ્ટીકર લગાવવામાં આવ્યાં હતાં. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
1
119
એક ભારત, શ્રેષ્ઠ ભારત,રાષ્ટ્રીય એકતા અને નશામુક્ત ભારતનો સંકલ્પ સાથે લદ્દાખથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી રાષ્ટ્રીય એકતા,અખંડિતતા અને નશામુક્તિનો સંદેશ લઈને નીકળેલી રાષ્ટ્રીય મોટરસાયકલ રેલીનું સુરત ખાતે પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જમીર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું.
1
3
1
6
2,455
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૦માં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપી ઉમેશ ગોપાલ માનકરને સુરત શહેર PCBએ મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ઝડપી પાડ્યો. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice
1
1
9
3,986
શેર ટ્રેડિંગમાં વધુ નફાની લાલચ આપી બોગસ એપ્લિકેશન મારફતે ₹૨૩.૩૮ લાખની છેતરપિંડીના કેસની તપાસમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા.
2
2
2
13
4,075
તપાસમાં મળેલાં ૯૬ બેંક ખાતાંની વિગતોના આધારે દેશનાં ૨૦ રાજ્યોમાં નોંધાયેલી ૩૩૮ ફરિયાદો સાથે કડીઓ સામે આવી, જેમાં આશરે ₹૪૧૦ કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલવામાં આવ્યો. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice
1
133
સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ગુનાખોરી આચરનાર ઈસમો સામે પોલીસની સપાટો: 👉​સચીન પોલીસ સ્ટેશન: એમેઝોનના પાર્સલમાંથી બ્રાન્ડેડ કુર્તી બદલી હલકી ગુણવત્તાવાળો સામાન મૂકી વિશ્વાસઘાત કરનાર ૪ આરોપીઓ ₹૪,૦૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા.
1
1
4
3,940
👉​વેસુ સર્વેલન્સ ટીમ: એમેઝોન પાર્સલના વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં ₹૪,૯૩,૦૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાયા. 👉​ઉધના પોલીસ સ્ટેશન: એટીએમ/બેંકમાંથી પૈસા ઉપાડી જતા લોકોને ટાર્ગેટ કરી કાગળોનું બંડલ આપી ઠગાઈ કરનાર આરોપી ₹૨૦,૦૦૦ ની રોકડ સાથે ઝડપાયો.
1
112
પુણા વિસ્તારમાંથી ગુમ થયેલી બે સગીર કિશોરીઓની ગણતરીના કલાકોમાં જ રાજસ્થાનના ચંદરીયા રેલવે સ્ટેશન ખાતેથી હેમખેમ રીતે શોધી પરિવાર સાથે સુઃખદ મિલન કરાવતી પુણા પોલીસ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice
2
4
1
10
5,493
દિવાળી પર્વને અનુલક્ષીને G-ડિવિઝન ACP શ્રી વિજય મલ્હોત્રા ની અધ્યક્ષતામાં ઉમરા પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.
1
2
1
14
1,983
જ્વેલર્સ તથા શોપિંગ મોલની મુલાકાત લઈ CCTV કેમેરાની કાર્યક્ષમતા, સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા અને વિઝિટર બુકની જાળવણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice #suratcitypolice
1
2
112
દિવાળી પર્વને અનુલક્ષીને સુરત પોલીસ એક્શન મોડમાં…શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા નાગરિકો નિર્ભય બની તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી સલાબતપુરા પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું.
1
1
1
10
3,114
આ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરે સરપ્રાઇઝ ચેકિંગ કરી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #gujaratpolice #suratcitypolice #diwali #surprisechecking
1
97