Collector Valsad (@collectorvalsad) header
Collector Valsad (@collectorvalsad) profile picture

Official twitter handle of Collector & District Magistrate, Valsad

Valsad
Joined June 2017
Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)Photo by Collector Valsad (@collectorvalsad)
Big things happen when people join hands!! આજે ૧ હજાર થી વધારે બાળકો, ગ્રામ જનો, civil society volunteers, કર્મચારીઓ રવિવાર સવારે નારગોલ બીચ જોડાયા અને શ્રમદાન આપ્યું કામગીરી સતત ચાલુ રહેશે જ્યાં સુધી નારગોલ બીચ દેશના સ્વચ્છતમ બીચમાં સમાવેશ નહીં થાય ✊🏼✊🏼 આભાર વલસાડ 🙏🏼🙏🏼
કેમ છો વલસાડ? કાલે, એટલે કે રવિવાર, ૯મી ઓગસ્ટના રોજ સવારે ૮ વાગ્યે નારગોલ બીચ પર એક 'મેગા બીચ ક્લીન ડ્રાઈવ' (બીચ સફાઈ અભિયાન) યોજાવા જઈ રહ્યું છે. હું તમને પણ તેમાં જોડાવા માટે આમંત્રિત કરું છું. આપણે સૌ સાથે મળીને આપણા જિલ્લાને સૌથી સ્વચ્છ જિલ્લો બનાવીએ. આવતીકાલે મળીશું.
10
8
2
63
32,010
Collector Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે 'જન સુનાવણી' કાર્યક્રમ અંતર્ગત નાગરિકો સાથે રૂબરૂ સંવાદ કરી તેમના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના સમયમર્યાદામાં અને સત્વરે નિરાકરણ માટે તંત્રવાહકોને જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી મુળભૂત જરૂરિયાતો સાથે કલ્યાણ યોજનાઓ અને વિકાસ કામોના લાભો સુપેરે પહોંચ્યાં છે અને આદિજાતિ વિસ્તારોમાં આ યોજનાકીય લાભો પહોંચવાથી શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ વગેરે ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યુ છે તેમજ અંતરિયાળ વિસ્તારોના છેવાડાના લોકો વિકાસની મુખ્યધારામાં આવ્યા છે. #CMatDahod
1
18
41
3,036
Collector Valsad retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ, યોજનાઓ અને અભિયાન થકી આદિવાસી બાંધવોના જીવનમાં પરિવર્તન આણતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
4
15
1
18
2,705
Collector Valsad retweeted
મુખ્યમંત્રીશ્રીએ સરોવરની મુલાકાત દરમિયાન સ્થાનિક માછીમારો સાથે સંવાદ કર્યો હતો તેમજ માછીમારોની રોજિંદી કામગીરી, માછીમારીના વ્યવસાય, તેમના બાળકોના શિક્ષણ, રોજગારી, આવક અને વેપાર સંબંધિત વિવિધ બાબતોની ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પાટા ડુંગરી ખાતે આવેલી નીર વાટિકામાં વડના છોડનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને લીલી હરિયાળીના સંવર્ધનનો સંદેશ આપ્યો હતો. #CMatDahod
10
8
313
Collector Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસના ત્રીજા દિવસે સવારે ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતે આવેલા ઠક્કરબાપા સરોવરની મુલાકાત લઈને સરોવરના વિસ્તાર, જળસંગ્રહની ક્ષમતા, પાણીના જથ્થા અને પાણી વિતરણની વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. #CMatDahod
1
13
18
3,514
Collector Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાંદાવાડા ગામના ભાભોર ફળીયામાં સ્થાનિક આદિવાસી પરિવારો સાથે ખાટલા બેઠક કરી લઈ આત્મીય સંવાદ સાધીને ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી તેમજ તેમની લાગણીઓ અને અપેક્ષાઓ જાણી હતી. મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે ગ્રામજનોએ આદિવાસી લોક નૃત્ય થકી સ્વાગત કર્યું હતું. આ સાથે ત્યાંના સ્થાનિક અને સખી મંડળના દિવ્યાંગ બહેને પોતાના હાથે વાંસ વડે બનાવેલું તોરણ આપી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો તેમજ બાળકો સાથે રૂબરૂ સંવાદ સાધી તેમની લાગણીઓ અને અપેક્ષાઓ જાણી હતી. #CMatDahod
1
13
35
2,768
Collector Valsad retweeted
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન. સ્થળ : નૂરપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન. સ્થળ : નૂરપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ xitter.gq/i/broadcasts/2aWQLKerX…
1
19
29
2,445
Collector Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની સહજ અને સરળ જનનેતા તરીકેની આગવી સંવેદનશીલતા દર્શાવીને ગરબાડા તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરીને ગ્રામીણ નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તેમજ સહજ સંવાદ સાધીને ગ્રામીણ જનજીવનની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તન શ્રવણનો પણ લહાવો લીધો હતો. #CMatDahod
4
26
81
4,180
Collector Valsad retweeted
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિવાસી પરિવાર મુકેશભાઈ બારીયાના નિવાસસ્થાને ભોજન લીધું; પરંપરાગત આદિવાસી ભોજનમાં અડદ-ચણાની દાળ, મકાઈના રોટલા, દેશી ભજીયા, ભીંડાનું શાક, પાપડ અને મીઠાઈ સહિતની વાનગીઓ પીરસવામાં આવી... મુખ્યમંત્રીશ્રીએ સાદા ઘરમાં પરિવાર સાથે જમીને સાદગી અને આત્મીયતાનો સુંદર સંદેશ આપ્યો; આ મુલાકાતથી આદિવાસી પરિવારના સભ્યોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો... #Dahod #GujaratInformation
2
20
70
4,861
Collector Valsad retweeted
‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ’ થકી રાજ્યના 51 હજારથી વધુ તાલીમબદ્ધ આદિજાતિ યુવાનોને મળી રોજગારી... ➡️ અનુસૂચિત જનજાતિના 18 થી 35 વર્ષના યુવક-યુવતીઓને ગુણવત્તાસભર વ્યવસાયલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાના હેતુથી વર્ષ 2008થી PPP મોડેલ હેઠળ ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ કાર્યક્રમ અમલી; છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, ભરૂચ, નવસારી સહિતના આદિજાતિ વિસ્તારોમાં 9 મુખ્ય વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ કાર્યરત ➡️ રાજ્યમાં કૌશલ્ય વિકાસ અભિયાનને વધુ વેગ આપતા ગાંધીનગરના 'નોલેજ કોરિડોર' ખાતે 'ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ' (iACE) આદિજાતિ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે; iACE ખાતે 800 જેટલાં આદિજાતિ યુવાનોએ મેળવી તાલીમ ➡️ iACEની વિશેષતા એ છે કે, અહીં આદિજાતિ તાલીમાર્થીઓને તાલીમની સાથે રહેવા - જમવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે; અહીં યુવાનોને ઉચ્ચ કક્ષાની તાલીમ મેળવી પોતાની કારકિર્દી ઘડવાની ઉત્તમ તક મળી રહી છે : ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ યોજનાના લાભાર્થી #vocationaltrainingcentres #InternationalAutomobileCentreofExcellence #iACE
18
27
2,332
Collector Valsad retweeted
જજનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ધરમપુર ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે મહિલા સંમેલન યોજાયું. @CMOGuj @InfoGujarat @ArvindPatel178 @collectorvalsad @DDO_VALSAD
2
2
358
Collector Valsad retweeted
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027માં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે ધોલેરા... ➡️ ધોલેરા SIRમાં આકાર લઈ રહ્યું છે હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ તેમજ અન્ય શહેરી સુવિધાઓનું મજબૂત માળખું; ભારતનું પ્રથમ સેમિકોન સિટી ગ્રોથનું વ્યાપક અર્થતંત્ર, રોકાણ અને રહેવાલાયક સ્થિતિ માટે મજબૂત માળખું તૈયાર કરી રહ્યું છે... ➡️ ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં ઔદ્યોગિક વિકાસની સાથે વિશ્વસ્તરીય ભૌતિક, આર્થિક અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઝડપી નિર્માણ થઈ રહ્યું છે; આ વિકાસથી હેલ્થકેર, હોસ્પિટાલિટી, શિક્ષણ અને શહેરી સેવાઓના ક્ષેત્રે રોકાણ માટે વિશાળ તકો ઊભી થઈ છે... ➡️ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધોલેરા SIRમાં ચાલી રહેલા મુખ્ય અને મહત્ત્વના ઔદ્યોગિક, સામાજિક અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સતત સમીક્ષા કરી રહ્યા છે; ધોલેરા માત્ર એક ઔદ્યોગિક ક્ષેત્ર નથી, પરંતુ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, રહેવા યોગ્ય અને સુવિધાસભર 'સ્માર્ટ સિટી' બની રહ્યું છે... #VibrantGujaratGlobalSummit #VGGS2027 #Dholera #SpecialInvestmentRegion
30
95
6,008
Collector Valsad retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની મુલાકાતે; રાજ્યપાલશ્રીએ રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાત્રિ સભા પૂર્વે ગામના સામાન્ય પરિવારના જીવાભાઈ ધાખડાના ઘરે પધારી પરિવારનું ભોજન આતિથ્ય માણ્યું હતું... માન. રાજ્યપાલશ્રીએ ધાખડા પરિવારના સભ્યો સાથે આત્મીયતાથી સંવાદ કરી પરિવારજનોના ખબર-અંતર પૂછ્યા હતા અને ત્યારબાદ પરિવાર સાથે બેસીને સાદું અને સાત્વિક ભોજન લીધું હતું... #GujaratInformation #Rajula #Amreli @ADevvrat @Infoamreligog
17
23
2,172
Collector Valsad retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઊર્જા આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
25
40
3,501
Collector Valsad retweeted
આજથી ત્રણ દિવસ દાહોદ જિલ્લાના ગરબાડા ક્ષેત્રના ગામોમાં જનતા જનાર્દન વચ્ચે રહીશ. આદિવાસી પરિવારો, ગ્રામજનો અને પક્ષના સાથીઓ સાથે સીધો સંવાદ કરી તેમના પ્રશ્નો સમજવા, વિકાસ કાર્યોની સમીક્ષા કરવા અને ગ્રામ્ય જીવનને નજીકથી અનુભવવાનો આ અવસર છે. ગરબાડા ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આ પ્રવાસનો પ્રારંભ કર્યો. જનજાતીય સમાજના સ્વાભિમાન, સંસ્કૃતિ અને અધિકારો માટે સંઘર્ષ કરનારા ભગવાન બિરસા મુંડાજીનું જીવન આજે પણ સૌને રાષ્ટ્રસેવાની પ્રેરણા આપે છે. આ અવસરે આદિવાસી ભાઈ-બહેનોએ પરંપરાગત લોકનૃત્ય સાથે ઉમળકાભેર સ્નેહભર્યું સ્વાગત કર્યું તે બદલ સૌનો આભારી છું.
4
100
614
4,173
Collector Valsad retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલીના રાજુલા તાલુકાના સમૂહખેતી (ઘુડીયા આગરીયા) ગામની મુલાકાતે; આ તકે ગોવિંદસાગર તળાવનું વિધિવત્ ભૂમિપૂજન કર્યું અને જળ સંરક્ષણના ઉમદા કાર્યો માટેનું પ્રોત્સાહન પૂરું પાડ્યું... રાજુલા તાલુકાના સમૂહખેતી (ઘુડીયા આગરીયા) અને કોટડીપરા ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રીએ સમૂહખેતી મુકામે "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો... દરેક નાગરિકે જીવનમાં એક-એક વૃક્ષનું વાવેતર કરીને તેનો સતત ત્રણ વર્ષ સુધી કાળજીપૂર્વક ઉછેર કરવો જોઈએ : માન. રાજ્યપાલશ્રી #GujaratInformation #EkPedMaaKeNaam #Rajula #Amreli @ADevvrat @Infoamreligog
1
19
21
2,032
Collector Valsad retweeted
આરોગ્ય અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ‘ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ; રાજ્યભરમાં વેચાતા 'આઈસ્ક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોમાં વ્યાપક જનજાગૃતિ લાવવાનો ઉદ્દેશ... 'આઈસ્ક્રીમ' અને 'ફ્રોઝન ડેઝર્ટ' વચ્ચેનો તફાવત જાણી, લેબલ વાંચીને ખરીદી કરવા અનુરોધ... #GujaratInformation @prafulpbjp @HealthDeptGuj
1
18
1
55
3,253
Collector Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડા તાલુકાના ત્રિદિવસીય પ્રવાસનો પ્રારંભ ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલીથી કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીનું પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તેમને આવકારવા ઉત્સાહભેર એકત્ર થયેલ ગ્રામજનો તેમજ આદિવાસી કલાકારો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. #CMatDahod
1
33
54
3,416
Collector Valsad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પંચમહાલ જિલ્લાના નુરપુરા ખાતે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા 78,000 MVA ઉત્પાદન ક્ષમતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. TMC કંપની દ્વારા આ પ્રસંગે સામાજિક ઉત્તરદાયિત્વ (CSR)ના ભાગરૂપે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ માટે ₹25 લાખની રકમનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.
4
41
96
5,707
Collector Valsad retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિરાસત અને વિકાસના સંગમ થકી વૈશ્વિક સ્તરની સિદ્ધિ અને સન્માન પ્રાપ્ત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
6
39
1
59
3,885
Collector Valsad retweeted
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના નેતૃત્વમાં છેલ્લાં 25 વર્ષમાં ગુજરાતના આદિજાતિ વિસ્તારોના વિકાસમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. 2007માં તેમણે શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના આદિજાતિઓના સર્વાંગી વિકાસમાં માઇલસ્ટોન બની છે. જે વિસ્તારો એક સમયે પાકા રસ્તાની માંગણી કરતા હતા, ત્યાં આજે હાઇસ્પીડ કોરિડોરનો લાભ મળી રહ્યો છે. આરોગ્ય કેન્દ્રોથી લઈને આધુનિક હોસ્પિટલો અને સિકલ સેલ એનીમિયા સામેના વ્યાપક અભિયાનથી આરોગ્ય સુરક્ષા મજબૂત બની છે. #JanjatiyaGauravDiwas
1
73
1
101
3,255