Deepak Meghani (@DeepakMeghani) header
Deepak Meghani (@DeepakMeghani) profile picture

Cop|Author|Interested in Physics, Philosophy, Poetry, Fitness, Sports| Personal Account https://xitter.gq/t.co/U3kHVv5T22

Gujarat
Joined October 2013
Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)
Journey of 11 books in one frame...
17
17
368
42,631
ચીસ્યો પત્થર ગગનચુંબી જોરે ચણાતી ક્ષણે — 'ગોધૂલિ'માંથી @DeepakMeghani #haiku
12
503
મળું જેને હોય એ દોસ્ત એવો ખયાલ રાખતો નથી, દુશ્મન નથી એ ગનીમત છે બીજી ચાહ રાખતો નથી હાથ મિલાવવાની સામાજિક આદત છે બરકરાર હજી હસે મળીને જે એનો અંગત હોવાનો ભ્રમ રાખતો નથી — દીપક મેઘાણી ('તિતિક્ષા' કાવ્યસંગ્રહમાંથી) #poem
3
7
79
2,974
ગમે તેના પર ગુસ્સો કરવો ઠીક નથી. ગમે તેને માન અપાય નહિ. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
2
18
168
4,715
સિંહ ઘાસ નથી ખાતો; પણ ઘાસની પાછળ સંતાઈને સળી કરનાર એના ધ્યાનમાં હોય છે. ઘાસ ક્યારેક તો સૂકાય જ છે. — 'ક્ષણતીર'માંથી @DeepakMeghani
5
16
213
4,823
સંકુચિત મન ધરાવતા સો લોકો જો મળે તો એમની સભાનું મન ઉદાર નથી થઈ જતું. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
1
11
114
2,507
તમે ગમે તેટલા સારા ભલે હોવ, ખરાબને કંઈ ફેર પડતો નથી. – 'પર્ણકિનારી'માંથી @DeepakMeghani
10
39
295
6,051
પળભરમાં તૂટે અહીં તડતડ પરપોટાં સંગાથના, ધરતી હોય કે હોય આકાશ, બધે એકલતા સરખી છે. પરબો ફૂટી નીકળી કરાવે ચોમેર નિઃશુલ્ક વિષપાન, ઘર હોય કે હોય બજાર, બધે હરાજી સરખી છે. — દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી) #poem
6
9
124
3,526
સમયના પ્રવાહના આપણે દર્શક છીએ, દૃષ્ટા પણ છીએ; તરવૈયા છીએ, મરજીવા પણ છીએ; સાક્ષી છીએ, ઉપભોક્તા પણ છીએ; તીરે છીએ, વમળમાં પણ છીએ; પ્રવાહને વહેતું જોઈ રહ્યા છીએ, સ્વયં સમયનો પ્રવાહ પણ છીએ. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
1
11
97
2,261
ઊંઘ ઊડવી અને આંખ ખુલવી એ બેમાં ફેર છે. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
3
16
147
2,797
તમારી નજીકના લોકોને તમારી સફળતામાં મદદ કરવા કરતાં તમારી સફળતાનું ફૂલેકું ફેરવવામાં વધારે ઉત્સાહ હોય છે. — દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
5
25
240
4,500
જેની પણછમાં લય હોય છે એણેય લડવું તો પડે છે, પણ એની લડાઈમાંય લય હોય છે. પણછલય હોવાથી ધનુષ નિવાર્ય નથી બનતું, યુદ્ધ ટાળી નથી શકાતું, જીવનકર્મ અવગણી નથી શકાતું; પરંતુ પણછલય હોવાથી યુદ્ધ પણ યોગ બની શકે છે. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
4
8
96
3,292
નૂતન વર્ષાભિનંદન! નવ વર્ષ નિશદિન નવ રહે, એવું આખું ભવ રહે, પુરુષાર્થના રવમાં ડોકાતો, પ્રારબ્ધનો પ્રશાંત પગરવ રહે. — દીપક મેઘાણી, IPS જોઈન્ટ ડાયરેક્ટર, એન્ટી કરપ્શન બ્યૂરો
14
14
1
190
4,231
તમારું ખરેખર મૂલ્ય જ્યાં મૂલ્યો પર ભાર મૂકવામાં આવે ત્યાં થશે, જ્યાં મૂલ્ય પર ભાર હોય ત્યાં તમારા મૂલ્યોનું કોઈ મૂલ્ય નથી હોતું. — દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
1
8
126
3,774
Deepak Meghani retweeted
Replying to @DeepakMeghani
ક્યાંક ફટાકડાનો શોરગુલ ખૂબ, ક્યાંક બારેમાસ સન્નાટો કોઈ ગલીમાં; ક્યાંક આંસુભીની રચાય કોઈ રંગોળી, ક્યાંક કોઈએ કૃત્રિમ છાપ દીધી ઢાળી; ઝગમગતાં તોરણો, ઝળહળતી દિવાળી! --દીપક મેઘાણી('તિતિક્ષા'ની ઉપરોક્ત રચનામાંથી)
1
8
330
ક્યાંક રાત ચમકતી ચળકતી મહેકતી ક્યાંક ક્યાંક હોય અમાસ એકધારી ક્યાંક પકવાન પસંદગીની પારાવાર મૂંઝવણ ક્યાંક સમજી જાય બાળકો બધું જાણી ઝગમગતાં તોરણો, ઝળહળતી દિવાળી! – દીપક મેઘાણી ('તિતિક્ષા' કાવ્યસંગ્રહની રચના 'ઝગમગતાં તોરણો, ઝળહળતી દિવાળી'માંથી)
5
7
157
5,488
Deepak Meghani retweeted
કકળાટ કાઢવાની કાળી ચૌદસ ભ્રષ્ટાચારનો કકળાટ કાઢવા ફરિયાદ કરવા સંપર્ક કરો ૧૦૬૪ ઉપર... @sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani @InfoGujarat @HARESHM38109376 @BaldevD11469478 #ACBGujarat #FightAgainstCorruption
4
10
2
61
7,780