P.M.Jadeja (@pmjadejamla) header
P.M.Jadeja (@pmjadejamla) profile picture

MLA Abdasa - Kutch,Gujarat.

Nakhatrana, India
Joined April 2018
Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)Photo by P.M.Jadeja (@pmjadejamla)
આપણાં સવાયા કચ્છી અને દેશનાં માન. વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે કચ્છનાં કાર્યક્ર્મ દરમિયાન પુર્વ નિર્ધારિત રીતે મુલાકાત માટે ખાસ સમય ફાળવ્યો હતો. #KutchKaKayakalp
18
63
5
255
નખત્રાણા તાલુકાના બીબર ગામે સરકારશ્રીના સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ બીબર-હેમારા તળાવના સુધારણા કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ, બીબર ગામ સહિત આસપાસના વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી અને જીવાદોરી સમાન બીબર-જાબરી ડેમના નવનિર્માણ માટે સરકારશ્રી દ્વારા ₹121 કરોડની મંજૂરી આપવામાં આવતા ગ્રામજનો દ્વારા આયોજિત અભિવાદન સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી સૌનો સ્નેહ મેળવ્યો અને આભાર વ્યક્ત કર્યો. આ બંને મહત્વપૂર્ણ કાર્યો વિસ્તારના જળસંચય, સિંચાઈ અને ખેડૂતોના હિતમાં ઉપયોગી સાબિત થશે. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
96
નખત્રાણા તાલુકાના બીબર ગામે સરકારશ્રીના સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ બીબર-હેમારા તળાવના સુધારણા કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ, બીબર ગામ સહિત આસપાસના વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી અને જીવાદોરી સમાન બીબર-જાબરી ડેમના નવનિર્માણ માટે સરકારશ્રી દ્વારા ₹121 કરોડની મંજૂરી આપવામાં આવતા ગ્રામજનો દ્વારા આયોજિત અભિવાદન સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી સૌનો સ્નેહ મેળવ્યો અને આભાર વ્યક્ત કર્યો. આ બંને મહત્વપૂર્ણ કાર્યો વિસ્તારના જળસંચય, સિંચાઈ અને ખેડૂતોના હિતમાં ઉપયોગી સાબિત થશે. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
86
રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને વંદન કરી બંધારણ પ્રત્યે આદર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ભારતીય બંધારણના મૂલ્યો, અધિકારો અને કર્તવ્યો અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું. યુવા પેઢી બંધારણના આદર્શોને સમજે અને તેને પોતાના જીવનમાં ઉતારે તે લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે અત્યંત જરૂરી છે. @ChaudhryShankar આ પ્રસંગે માનનીય વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાજા, વન મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી તથા શ્રમ મંત્રીશ્રી કાંતિલાલભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં લોકતાંત્રિક આદર્શોને સુદૃઢ બનાવવાનો સામૂહિક સંકલ્પ લીધો. #ConstitutionDay #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
2
7
125
ભારતીય લોકશાહીના પાયારૂપ બંધારણ દિવસ નિમિત્તે બંધારણના ઘડવૈયાઓને કોટિ કોટિ વંદન. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂલ્યોને આત્મસાત કરીને બંધારણના આદર્શોને જાળવી રાખવાનો સંકલ્પ કરીએ. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
70
સચિવાલય, ગાંધીનગર ખાતે માનનીય વન મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે મુલાકાત કરી. વિસ્તારમાં પ્રવર્તમાન અછતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશુધન માટે ઘાસચારાની ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય તે હેતુથી વન વિભાગ દ્વારા ચરિયાણ અને ચેરિયાંની છૂટછાટ આપવા અંગે રજૂઆત કરી. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
2
2
8
270
AIIMS રાજકોટ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે આયોજિત નિઃશુલ્ક મહા આરોગ્ય નિદાન કેમ્પનો કચ્છના નાગરિકો વધુમાં વધુ લાભ લે તેવી હાર્દિક અપીલ. સૌના સ્વસ્થ અને નિરોગી જીવન માટે એક મહત્વપૂર્ણ પહેલ. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
70
નખત્રાણા તાલુકાના ખેડૂતો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને રાજ્ય સરકારના હકારાત્મક અભિગમથી બિબર–જાબરી ડેમના નિર્માણ માટે રૂ. 121.50 કરોડની વહીવટી મંજૂરી મળી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી વિસ્તારની ખેતી, પશુપાલન, જળસંગ્રહ અને પશુ-પક્ષીઓના જળસ્રોતોને નવી મજબૂતી મળશે. આ જનહિતકારી નિર્ણય બદલ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા સિંચાઈ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલનો હૃદયપૂર્વક આભાર. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa #vikasworks
1
1
2
102
આજરોજ ભુજ તાલુકાના મીરઝાપર ગામે પીરશ્રી પીથોરાજી દાદા ધામના ગાદીપતિ પીરશ્રી મહેન્દ્રસિંહજી દાદા ગિરનાર (જૂનાગઢ)ની પદયાત્રા કરી શ્રી ભવનાથ મહાદેવ તથા ગિરનાર પર્વત પર બિરાજમાન ગુરુ દત્તાત્રેય ભગવાનનાં દર્શન કરી પવિત્ર ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરીને ભુજ પરત ફરતાં તેમના સ્વાગત સમારોહમાં ઉપસ્થિત રહી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
2
112
ॐ શાંતિ ! 🙏
82
શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની હાર્દિક શુભકામનાઓ. સેવા, સમાનતા, સદભાવ અને માનવતાનો અમૂલ્ય સંદેશ આપનાર શ્રી ગુરુ નાનક દેવજીના આદર્શો સૌને સત્ય અને નેકીના માર્ગે ચાલવાની પ્રેરણા આપતા રહે. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
2
4
109
દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ ! દેવ દિવાળીના પાવન પર્વે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો દિવ્ય પ્રકાશ પથરાય તથા સૌના જીવનમાં મંગલમયતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ. # #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
1
63
અબડાસા તાલુકાના કાંલરવાંઢ ગામ ખાતે કાલરવાંઢ–દાહા માર્ગના નવનિર્માણ તથા માર્ગ પર પુલના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકાર્ય પૂર્ણ થતાં વિસ્તારના ગ્રામજનોને અવરજવરમાં વધુ સુવિધા મળશે. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
2
79
નલિયા ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ પંચાલજી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ૦૧-અબડાસા વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાસાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ હોદ્દેદારો, કાર્યકર્તા ભાઈઓ-બહેનો, આગેવાનો, શુભેચ્છકો અને વિસ્તારના નાગરિકો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓની આત્મીય આપ-લે કરી હતી. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
3
5
151
॥ હ્રદયપૂર્વક આભાર ॥ @BJP4Gujarat @BJP4Kutchh @CMOGuj #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
4
113
કચ્છ જિલ્લાના ભુજ–ખાવડા માર્ગ પર સર્જાયેલા દુઃખદ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ. આ દુઃખદ ઘડીમાં શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. પરમાત્મા દિવંગત આત્માઓને ચિરશાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ.
1
1
132
આજરોજ નખત્રાણા તાલુકાના નેત્રા ગામ ખાતે મુખ્ય બજારના રસ્તાનું કામ પૂર્ણ થતાં પટેલ સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ અને સન્માન બદલ પટેલ સમાજના સૌ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
2
6
201
પવિત્ર તુલસી વિવાહના મંગલમય અવસરની સૌને હાર્દિક શુભકામનાઓ. તુલસી માતા અને ભગવાન શ્રીવિષ્ણુના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનું આગમન થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
1
3
102
આજરોજ અબડાસા તાલુકાના સાંધવ ગામે શ્રી ખેતુભા જેમલજી જાડેજાના નિવાસસ્થાને આયોજિત લગ્નપ્રસંગમાં ઉપસ્થિત રહી નવદંપતીને સુખી દામ્પત્યજીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી. #ActiveMLAPMJadeja #PMJADEJA #MLAAbdasa
110