આજ રોજ અત્રેના જિલ્લાના પીરાણા ખાતે સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪માં હપ્તા વિતરણનો કાર્યક્રમ યોજાયો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠા ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો દેશભરના પાત્ર ખેડૂતોના ખાતામાં સીધો જમા કરાવવામાં આવ્યો.
આ પ્રસંગે સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે આવેલા પરિવર્તન અને પ્રગતિમાં નર્મદાના પાણીનું નોંધપાત્ર યોગદાન છે. અગાઉ રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે પાણી, વીજળીની અનિયમિતતા અને દુષ્કાળ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રાજ્ય સરકારના પ્રયાસો, નર્મદાના પાણીની ઉપલબ્ધતા અને જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ખેતી માટેની વીજળીની સુવ્યવસ્થિત વ્યવસ્થાને પરિણામે કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
@CMOGuj @infoahdgog @InfoGujarat @PMOIndia
આજ તા. ૧૨-૧૦-૨૦૨૬ના રોજ અત્રેના જિલ્લાના બાવળા તાલુકાની બગોદરા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી, મુલાકાત દરમિયાન ગામના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ, બાળકોને આપવામાં આવતી સેવાઓ તથા કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી, આ ઉપરાંત, પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક વ્યવસ્થા અને વિદ્યાર્થીઓને ઉપલબ્ધ સુવિધાઓ અંગે નિરીક્ષણ કર્યુ.
ગામની તળાવડીની મુલાકાત લઈ તેની સ્થિતિ તથા જાળવણી અંગે નિરીક્ષણ કરી ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધાઓનું સુદૃઢીકરણ, સ્વચ્છતા જાળવણી અને વિકાસલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપી સંબંધિત બાબતોની સમીક્ષા કરી. ગ્રામજનોને ગુણવત્તાયુક્ત સુવિધાઓ ઉપલબ્ધ થાય અને ગામના સર્વાંગી વિકાસને વેગ મળે તે દિશામાં જરૂરી માર્ગદર્શન અને સૂચન કર્યુ.
@CMOGuj @InfoGujarat @infoahdgog
આજ તા. ૦૩-૧૦-૨૦૨૬ ના રોજ અત્રેના જિલ્લાના તમામ પદાધિકારીશ્રીઓના સંયુક્ત પ્રયાસોથી જિલ્લા પંચાયત ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે વિનામૂલ્યે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું સંસદસભ્યશ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
ખેડૂતોને પ્રોત્સાહન મળે અને તેમના દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોને યોગ્ય બજાર ઉપલબ્ધ થાય તે હેતુસર ફાળવવામાં આવેલી આ દુકાનમાં ફર્નિચર સહિતની જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી, વિવિધ શાખાના અધિકારીશ્રી તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા, આ પહેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને સીધું વેચાણ મંચ ઉપલબ્ધ થવા સાથે નાગરિકોને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ પેદાશો સરળતાથી મળી રહે તે માટે મહત્વપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપી ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા તથા પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે સુદ્રઢ અને સુવિધાયુક્ત વ્યવસ્થા ઊભી કરવાનો છે. અત્રેની કચેરી દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખેડૂતહિત અને પ્રાકૃતિક કૃષિના પ્રસાર-પ્રચારની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
@CMOGuj @infoahdgog @InfoGujarat
આજ તા. ૦૩-૧૦-૨૦૨૬ ના રોજ અમદાવાદ શહેર ખાતે ઊર્જા મંત્રીશ્રી તથા અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રહલાદનગર વેજિટેબલ માર્કેટ ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તેમજ ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોને યોગ્ય બજાર અને ગ્રાહકો સુધી સીધી પહોંચ મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી.
અમદાવાદ શહેર-જિલ્લામાં એકસાથે કુલ સાત સ્થળોએ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો ખુલ્લાં મૂકવામાં આવ્યાં, જેના માધ્યમથી પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કૃષિ પેદાશોના વેચાણને સુવિધા મળશે. આ કેન્દ્રો થકી ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે વધુ સારો બજાર વ્યવસ્થાપન અને નાગરિકોને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ પેદાશો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સકારાત્મક વાતાવરણનું નિર્માણ થશે.
પ્રાકૃતિક કૃષિને વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ આપવા, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા તથા ‘ખેડૂત સમૃદ્ધિ અને સ્વસ્થ સમાજ’ ના અભિગમને સાકાર કરવા માટે આવી પહેલો મહત્વપૂર્ણ સાબિત થશે.
@CMOGuj @infoahdgog @InfoGujarat @irushikeshpatel
આજ તા. ૨૯-૦૯-૨૦૨૬ના રોજ અત્રેના જિલ્લાના દેત્રોજ તાલુકાની જીવાપુરા તથા દેત્રોજ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી, મુલાકાત દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલ તથા પ્રસ્તાવિત વિકાસલક્ષી કામગીરીની સ્થળ પર જઈ સમીક્ષા કરી. આંગણવાડી કેન્દ્ર તથા નવીન પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોને ઉપલબ્ધ શૈક્ષણિક તથા પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ તેમજ જરૂરી બાબતો અંગે સંબંધિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને સૂચના આપી.
ઉપરાંત દેત્રોજ ખાતે નવીન પંચાયત ઘર તથા નવીન પુસ્તકાલયની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ, તેમજ નવીન તાલુકા પંચાયત કચેરી માટેની પ્રસ્તાવિત જગ્યાની મુલાકાત લઈ સ્થળની યોગ્યતા, ઉપલબ્ધ સુવિધાઓ તથા જરૂરી વિકાસલક્ષી બાબતો અંગે સમીક્ષા કરી, તમામ કામગીરી ગુણવત્તાસભર, સમયબદ્ધ અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી.
@CMOGuj @InfoGujarat @infoahdgog
આજ તા. ૨૨-૦૯-૨૦૨૬ના રોજ અત્રેના જિલ્લાના વિરમગામ તાલુકાની સચાણા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી, મુલાકાત દરમિયાન ગામના વિકાસને લગતી વિવિધ કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી જરૂરી સુચના આપી ખાસ કરીને આંગણવાડી કેન્દ્ર માટેની નિર્ધારિત જગ્યા તેમજ નવીન પ્રાથમિક શાળાના નિર્માણ અંગેની કામગીરીની સ્થળ મુલાકાત લઈ જરૂરી ચકાસણી કરી.
મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ તથા અન્ય વિકાસલક્ષી બાબતો અંગે પણ વિગતવાર સમીક્ષા કરી. ગામના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસને ધ્યાને લઈ પ્રાથમિકતા મુજબની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તેમજ સંબંધિત કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી.
@CMOGuj @InfoGujarat @infoahdgog
આજ તા. ૨૨-૦૯-૨૦૨૬ના રોજ અત્રેના જિલ્લાના બાવળા તાલુકાની જેકડા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગામમાં ચાલી રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી, મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર તથા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોને ઉપલબ્ધ શૈક્ષણિક, પોષણલક્ષી તથા પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ.
આ ઉપરાંત ગ્રામ પંચાયત ખાતે ગામના તળાવ તથા આંતરિક રોડ-રસ્તાઓની સ્થિતિ અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી, ગ્રામજનોને સુવિધાસભર માળખાકીય વિકાસ મળી રહે તેમજ ગામમાં સ્વચ્છતા, સુવિધા અને સર્વાંગી વિકાસને વધુ વેગ મળે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી.
@CMOGuj @infoahdgog @InfoGujarat
તા. ૧૭-૦૯-૨૦૨૬ના રોજ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે અત્રેના જિલ્લાના દસક્રોઈ તાલુકાની વહેલાલ ગ્રામ પંચાયત ખાતે સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો. ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા, સ્વચ્છ પરિસર અને જનભાગીદારીના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ તેમજ સ્વચ્છતા કામગીરીને સતત અને સુદ્રઢ રીતે જાળવવા સૂચના આપી.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુસર વૃક્ષારોપણ કર્યુ સાથે સાથે ‘સક્ષમ ગામ, સમૃદ્ધ ગામ’ યોજના અંતર્ગત કરવામાં આવેલ સર્વેની કામગીરીની સમીક્ષા કરી, સર્વે પ્રક્રિયા ગુણવત્તાસભર અને સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તથા યોજનાનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી સુનિશ્ચિતપણે પહોંચે તે અંગે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી.
@CMOGuj @InfoGujarat @infoahdgog
'સ્વચ્છતા સે સ્વાગત'
રાજ્ય સરકારના નવીન અભિગમ અંતર્ગત વડોદરા ખાતે આગામી તા. 8 સપ્ટેમ્બરના રોજ માન. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સફાઈ અભિયાન; સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરીને પ્રોત્સાહન...
#SwachhataSeSwagat
@CMOGuj @infoahdgog @InfoGujarat
માનનીય વડાપ્રધાનશ્રીના આગામી ગુજરાત પ્રવાસ પ્રસંગે ગુજરાતનો નવીન અભિગમ સ્વચ્છતા થકી સ્વાગત...
‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન હેઠળ વડોદરાના વિવિધ ગામોમાં સઘન સફાઈ, વૃક્ષારોપણ અને જનભાગીદારીથી સાકાર થઈ રહ્યો છે સ્વચ્છ, હરિયાળો અને સ્વસ્થ વડોદરાનો સંકલ્પ...
#SwachhataSeSwagat
@CMOGuj @InfoGujarat @infoahdgog
'સ્વચ્છતા સે સ્વાગત'
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા પ્રવાસને અનુલક્ષીને જિલ્લા પ્રશાસન દ્વારા રાજ્યના નવીન અભિગમ અંતર્ગત સઘન સફાઈ અને વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું...
#SwachhataSeSwagat
@CMOGuj @InfoGujarat @infoahdgog
આજ તા. ૩૧-૦૮-૨૦૨૬ ના રોજ અત્રેના જિલ્લાના માંડલ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો, પરિસંવાદ પૂર્વે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા, કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ મંચ પરથી પોતાના પ્રતિભાવો રજૂ કર્યા.
પરિસંવાદમાં ખેડૂતો સાથે સીધો સંવાદ સાધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતી છોડવાના પોતાના અનુભવનો મર્મ રજૂ કરતા જણાવ્યું હતું કે, જંતુનાશકોથી ખેત-મજૂર બેભાન થવાની ઘટનાથી દ્રવિત થઈને તેમણે વિદ્યાર્થીઓને ઝેરમુક્ત આહાર આપવા રાસાયણિક ખેતીનો કાયમી ત્યાગ કર્યો હતો. તેમણે ખેડૂતોને કોઈ અપરાધભાવ વગર જમીન અને સ્વાસ્થ્યના રક્ષણ અર્થે આત્મમંથન કરવા આહ્વાન કર્યું હતું. સાથે જ, શરૂઆતમાં સમગ્ર ખેતરના બદલે માત્ર ચોથા ભાગથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી પરિવાર માટે ઝેરમુક્ત આહાર ઉગાડવા વ્યવહારુ સલાહ આપી હતી.
પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે છે તે ગેરસમજ દૂર કરતા રાજ્યપાલશ્રીએ સ્પષ્ટ કર્યું કે, પ્રાકૃતિક ખેતી એ ખર્ચાળ જૈવિક ખેતીથી અલગ છે. દેશી ગાયના છાણમાં રહેલા કરોડો સૂક્ષ્મ જીવાણુઓ જમીનના કુદરતી તત્ત્વોને છોડના ખોરાકમાં ફેરવે છે. તેમણે ડેનમાર્કનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં રાસાયણિક ખાતર પર પ્રતિબંધ અને જમીનનો ઓર્ગેનિક કાર્બન વધુ હોવાથી લોકો સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
@CMOGuj @infoahdgog @InfoGujarat
આજ તા. ૨૧-૦૮-૨૦૨૬ના રોજ અત્રેના જિલ્લાના ધંધૂકા તાલુકાની કોટડા તથા જસકા ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી, મુલાકાત દરમિયાન શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, વર્ગખંડોની વ્યવસ્થા, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ તથા શાળા પરિસરની સ્વચ્છતા અને સુવિધાઓ અંગે સ્થળ પર સમીક્ષા કરી.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તથા શાળામાં સ્વચ્છ, સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી. શાળાના પ્રાથમિક માળખાકીય તથા અન્ય જરૂરી પ્રશ્નો અંગે સંબંધિત કક્ષાએ જરૂરી કાર્યવાહી કરવા સૂચના પણ આપી.
@CMOGuj @InfoGujarat @infoahdgog
આજ તા. ૨૦-૦૮-૨૦૨૬ ના રોજ અત્રેના જિલ્લાના દસક્રોઈ તાલુકાની કુજાડ અને ભુવાલડી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ વિકાસલક્ષી કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી, મુલાકાત દરમિયાન ગ્રામ્ય વિકાસના કામોની પ્રગતિ, અમલીકરણની સ્થિતિ તથા સ્થાનિક સ્તરે જરૂરી સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. તથા ગામની શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક તથા ભૌતિક સુવિધાઓની સ્થિતિનું નિરીક્ષણ કયું સાથે ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે, જાહેર સ્થળોની યોગ્ય જાળવણી થાય તેમજ ગ્રામજનોની સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપી સમયબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવે તે અંગે સંબંધિતોને જરૂરી સૂચના આપી.
@CMOGuj @InfoGujarat @infoahdgog
ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણી અત્રેના જિલ્લાના માંડલ ખાતે કરવામાં આવી. આ પ્રસંગે માન. મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજારોહણ કરવામાં આવ્યું.
પ્રસંગે માન. મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદો તથા રાષ્ટ્રનિર્માતાઓના અમૂલ્ય યોગદાનને સ્મરણ કરી દેશના વિકાસમાં સૌની સહભાગિતાનું આહ્વાન કર્યું, સાથે જ યુવા પેઢીને નશાના દુષ્પ્રભાવોથી દૂર રાખી સ્વસ્થ, સશક્ત અને જવાબદાર સમાજના નિર્માણ માટે “નશામુક્ત યુવા સંકલ્પ”ને જનઆંદોલનનું સ્વરૂપ આપવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો.
આ ગૌરવપૂર્ણ અવસરે દેશની એકતા, અખંડિતતા, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
#IndiaIndependenceDay
@CMOGuj @infoahdgog @InfoGujarat @CollectorAhd @irushikeshpatel
DDO AHMEDABAD retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માતૃભૂમિનું ગૌરવ આકાશે લહેરાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
આજ રોજ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે માન. પ્રમુખશ્રીના વરદહસ્તે ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે શહીદો તથા સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
#IndiaIndependenceDay
@CMOGuj @InfoGujarat @infoahdgog
આજ તા. ૧૩-૦૮-૨૦૨૬ના રોજ અત્રેના જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભડા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી, મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા તથા ઈ-ગ્રામ કેન્દ્રની સ્થળ મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ, કામગીરીની સ્થિતિ તથા નાગરિકોને પૂરી પાડવામાં આવતી સેવાઓનું નિરીક્ષણ કર્યુ, તથા સંબંધિત કર્મચારીઓને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.
ગ્રામ પંચાયત વિસ્તારમાં ૧૫મા નાણાપંચ હેઠળ મંજૂર તથા હાથ ધરવામાં આવેલા વિકાસલક્ષી કામોની પ્રગતિ અને ગુણવત્તાની સમીક્ષા કરી વિકાસકાર્યો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય, કામગીરીમાં ગુણવત્તાના ધોરણ જળવાઈ રહે તથા ગ્રામજનોને મહત્તમ લાભ પ્રાપ્ત થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચના આપી.
@CMOGuj @InfoGujarat @infoahdgog
આજ તા. ૧૨-૦૮-૨૦૨૬ના રોજ જિલ્લા કક્ષાનો ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ શ્રી કલ્કી તીર્થધામ, પ્રેરણા તીર્થ, પીરાણા, દસક્રોઈ ખાતે યોજાયો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તાલુકા તથા જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રીઓને વિવિધ વિભાગોની યોજનાઓ, સેવાઓ તથા અમલીકરણની પ્રક્રિયા અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતીસભર તાલીમ પૂરી પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ દ્વારા યોજનાકીય જોગવાઈઓ, લાભાર્થીલક્ષી યોજનાઓ તથા અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં મેલેરિયા શાખા, પશુપાલન શાખા, ખેતીવાડી શાખા તથા આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ દ્વારા પોતાના વિભાગને લગતી વિવિધ સરકારી યોજનાઓ, પ્રજાલક્ષી સેવાઓ તથા કામગીરીના મહત્વના પાસાઓ અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ યોજનાઓનો મહત્તમ લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે, વિભાગો વચ્ચે સુચારુ સંકલન જળવાઈ રહે અને ગ્રામ્ય કક્ષાએ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા જનકલ્યાણના હેતુઓ સિદ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
તાલીમ કાર્યક્રમ દરમિયાન પદાધિકારીશ્રીઓ દ્વારા વિવિધ યોજનાઓ અને કામગીરી અંગે માહિતી મેળવી, સંબંધિત પ્રશ્નો તથા વ્યવહારુ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમના માધ્યમથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા પદાધિકારીઓની ક્ષમતા વધારવા, યોજનાઓના અસરકારક અમલીકરણને વેગ આપવા તથા સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી સુનિશ્ચિતપણે પહોંચાડવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
@CMOGuj @InfoGujarat @infoahdgog @GujDCoffice @drgaurav09ias






























































